Video: હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે. વડિયા, ખાંભા અને બગસરા પંથક બાદ અમરેલી શહેરમાં પણ વરસાદી મારો જોવા મળતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અચાનક આવેલી આ આફતને કારણે ખેતરોમાં તૈયાર ઊભેલા કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી પાક ધોવાઈ જવાની ચિંતામાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.








