મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસની તપાસ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસને લઈને વિવાદ

સોર્સ: gstv

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કાર્યકારી કુલપતિ જગદીશ જોશીએ નિવેદન આપ્યું છે. યુનિવર્સિટીએ બ્લેકલિસ્ટ કરેલી ઓક્ટર્સ કંપનીના સમીર સુકલાની હવાઈ મુસાફરીનો ખર્ચ પણ યુનિવર્સિટીમાં દર્શાવાયો હોવાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત પી. જમનાદાસ કંપનીના ધવલ શાહને એપ્રિલ 2026માં બેંગકોક પ્રવાસ કરાવાયો હોવાનો પણ આરોપ છે. કાર્યકારી કુલપતિએ જણાવ્યું કે પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન નિયમ મુજબ ન થયેલી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી યુનિવર્સિટીની ફરિયાદો ઉપરાંત સામાન્ય નાગરિકો અને મીડિયા મારફતે મળેલી ફરિયાદોની પણ તપાસ કરી રહી છે. 30 ઓક્ટોબર સુધી લેખિત ફરિયાદો સ્વીકારવાની જાહેરાત કરાઈ હતી અને કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો