Video: વિશ્વ ઉમિયાધામની ટીમ દ્વારા ઊંઝા સંસ્થાનના નવા હોદ્દેદારોનું સન્માન કરાયું

વિશ્વ ઉમિયાધામ અમદાવાદની ટીમ દ્વારા ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના નવીન વરાયેલા પ્રમુખ, મહામંત્રી અને અન્ય હોદ્દેદારોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું છે. દર વર્ષે એકવાર માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની પરંપરા મુજબ વિશ્વ ઉમિયાધામના અંદાજે 50 જેટલા હોદ્દેદારો ખાસ ઊંઝા પહોંચ્યા હતા. દર્શન અને પૂજન બાદ આયોજિત બેઠકમાં સમાજના છેવાડાના માનવીના ઉત્થાન અને જરૂરિયાતમંદ લોકોને દરેક ક્ષેત્રે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી બંને સંસ્થાઓએ એકજૂથ થઈને સાથે મળીને સામાજિક કાર્યો કરવાની ઉમદા ભાવના વ્યક્ત કરી હતી. આ મુલાકાતથી સમગ્ર કડવા પાટીદાર સમાજ અને દર્શનાર્થીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત






