Video: દિવાળીના તહેવારને લઈને અમદાવાદનું ગાંધી રોડ ઈલેક્ટ્રિક બજાર રંગબેરંગી રોશનીથી ગુંજી ઉઠ્યું

સોર્સ: gstv

પ્રકાશના આ પર્વ પર બજારમાં કર્ટન લાઈટ, નિયોન લાઈટ અને આકર્ષક બલ્બની ભારે માંગ જોવા મળી રહી છે. પડદા પર લગાવવામાં આવતી કર્ટન લાઈટ્સ લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. એકતરફ સ્વદેશી અપનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત એ છે કે રોશનીના આ માર્કેટમાં આજે પણ ચાઈનીઝ બનાવટની પ્રોડક્ટ્સનો જ વિશેષ દબદબો જોવા મળી રહ્યો છે. વેપારીઓ પણ ખુલ્લેઆમ સ્વીકારે છે કે ગ્રાહકો સ્વદેશીની સરખામણીએ સસ્તી અને વધુ આકર્ષક હોવાથી ચાઈનીઝ લાઈટ્સ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. જોકે રાહતની વાત એ છે કે આ બધા વચ્ચે હવે ધીમે ધીમે ભારતીય બનાવટની પ્રોડક્ટ્સનું ચલણ પણ બજારમાં વધવા લાગ્યું છે

આ સમાચાર શેર કરો

જાહેરાત