મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કેશોદ પાસે કાર પલ્ટી ખાતા બાળક સહિત ૪ ઇજાગ્રસ્ત

સોર્સ: gstv

કેશોદના અગતરાય ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા કાર રોંગ સાઈડ પર પલ્ટી ખાઈને પટકાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦8 એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શીતલબેન સોલંકી નામના મહિલાની તબિયત વધુ ગંભીર જણાતા તેમને જૂનાગઢ રિફર કરાયા છે. પરિવાર જૂનાગઢથી હોસ્પિટલનું કામ પતાવીને રેવદ્રા પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે રોંગ સાઈડ પર અન્ય ટ્રાફિક ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, અને પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો