મુખ્ય સામગ્રી પર જાઓ

Video:સૌરાષ્ટ્રના ઐતિહાસિક જેતલસર જંકશન પર સુવિધાઓનો અભાવ: ટ્રેનોના સ્ટોપેજ રદ થતાં લોકોમાં આક્રોશ,

સોર્સ: gstv

સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને ધમધમતું ગણાતું જેતલસર જંકશન આજે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર જેવા મહત્વના રૂટોને જોડતા આ જંકશન પર બ્રોડગેજ લાઈન બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે ઘટી છે અને મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ બંધ કરી દેવાયા છે. સાતથી આઠ ગામના સરપંચો અને આગેવાનોની બનેલી જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિએ DRMને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ નવ મહિના વીતવા છતાં માત્ર આશ્વાસન જ મળ્યું છે. પ્લેટફોર્મ પર પીવાનું પાણી, કેન્ટીન અને પૂરતા સ્ટાફનો પણ અભાવ છે. જો સત્તારમી તારીખ સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો જંકશન પર આમરણ ઉપવાસની ઉગ્ર ચિમકી ઉચ્ચારાઈ છે.

આ સમાચાર શેર કરો