Video: રાજકોટ ગ્રામ્ય પોલીસે એપીકે ફાઇલથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી

રાજકોટ ગ્રામ્ય પોલીસે સાયબર ક્રાઈમ વિરુદ્ધ મોટી સફળતા મેળવતા APK ફાઇલ મારફત દેશભરમાં છેતરપિંડી આચરતી એક કુખ્યાત ટોળકીના ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ઠગ ટોળકી અલગ-અલગ ૧૮ પ્રકારની આકર્ષક APK ફાઈલો બનાવીને વોટ્સએપ તથા સોશિયલ મીડિયા દ્વારા લોકોના મોબાઈલમાં મોકલતી હતી. જે ડાઉનલોડ થતાં જ મોબાઈલનો રીમોટ એક્સેસ મેળવીને બેંક ખાતામાંથી રકમ સેરવી લેતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાં ૫૫થી વધુ ગુનાઈત ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન ૧૧ મોબાઈલ ફોન, સોનાના ૧૩ સિક્કા, સોનાની ચેઈન, ૨.૨૮ લાખ રૂપિયા રોકડ સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.








