Video: વાવલીમાં નહેર તૂટતાં ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામે નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે નહેર તૂટતાં અંદાજે 15થી 20 ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વર્ષભરની મહેનત બાદ તૈયાર થયેલા ઊભા પાકમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. પીડિત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક નહેરનું સમારકામ કરાવે, પાણીનો નિકાલ કરે અને પાકના નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે.








