Video: વડોદરામાં ધોરણ ૬ અને ૭ની પરીક્ષા મોકૂફ

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રશ્નપત્રની ગોપનીયતા અંગે ઊભી થયેલી આશંકાઓને પગલે ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અલગ વિષયનું પેપર આપવામાં આવતાં સમગ્ર મામલો ગરમાયો હતો. પેપર ફૂટવાની આશંકાને ધ્યાનમાં રાખીને 29 ઓક્ટોબરે યોજાનારી પરીક્ષા હવે 2 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જોકે, ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરી શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા સૂચના આપી છે. પરીક્ષામાં ગરબડ સામે આવ્યા બાદ લેવાયેલા આ નિર્ણયને પગલે શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.








