મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટના ચાર નેતાઓની દિલ્હી મુલાકાતે રાજકીય ગરમાવો વધાર્યો

સોર્સ: gstv

રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને નવા રાજકીય સમીકરણો રચાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડૉ. ભરત બોધરા, મુકેશભાઈ દોશી, નીતિન ભારદ્વાજ અને જયમીન ઠાકર સહિત રાજકોટના ચાર સીનિયર નેતાઓએ દિલ્હીમાં સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે. આ હાઈપ્રોફાઈલ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે એક સમયે સામસામે ગણાતા ડૉ. ભરત બોધરા અને નીતિન ભારદ્વાજ એકસાથે જોવા મળતાં ચર્ચા ઘેરી બની છે. સાઈડલાઈન થયેલા આ નેતાઓની અચાનક દિલ્હી મુલાકાત પાછળ કયું રાજકીય ગણિત છે, તે અંગે હવે સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો