મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ભાઈનું નામ

સોર્સ: gstv

રાજકોટમાં 23.80 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજાના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ભાઈનું નામ સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટ SOGની ટીમે અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના યોગીનગરમાંથી પૂજા ભટ્ટ નામની મહિલાની હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરી હતી. પૂજા ભટ્ટની પૂછપરછ દરમિયાન ગાંજાના સપ્લાયર તરીકે ગૌતમ દવેનું નામ બહાર આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી ગૌતમ દવે મુંબઈમાં સ્થાયી થયેલી જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતાનો ભાઈ છે. હાલ પોલીસે મુખ્ય સપ્લાયર ગૌતમ દવેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ ડ્રગ્સ નેટવર્કના અન્ય કડા-સંબંધો શોધવા સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો