મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ધંધાકીય અદાવતમાં ભાગીદારે કેનાલમાં ધક્કો મારી હત્યા કરી

સોર્સ: gstv

વડોદરાના ગોરવા વિસ્તારમાં ધંધાકીય અદાવતમાં ભાગીદારે જ ભાગીદારની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચા-નાસ્તાની દુકાન સમયસર ન ખોલવા જેવી બાબતે થયેલા મનદુઃખમાં આરોપી સુફિયાન સિદ્દીકી રાત્રિના સમયે મનમોહનસિંહને પોતાની બાઇક પર બેસાડી મધુરનગર કેનાલ પાસે લઈ ગયો હતો, જ્યાં તેણે મનમોહનસિંહને પાણીના વહેણમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટના અંગે પરિવારજનોના આક્ષેપ બાદ ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે ૧૦ કિલોમીટર સુધી શોધખોળ હાથ ધરી મૃતદેહ રિકવર કર્યો હતો અને ગણતરીના કલાકોમાં મૂળ ઉત્તર પ્રદેશના આરોપી સુફિયાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો