Video: ઓછા વરસાદથી સાયલાના ખેડૂતો મુશ્કેલીમાં: તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મામલતદારને રજૂઆત

ઓછા વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય કરતાં 50 ટકા ઓછો વરસાદ પડતાં કપાસ, મગફળી અને તલ સહિતના પાક સુકાઈ રહ્યા છે. કૂવા, બોરવેલ અને તળાવોમાં પાણી સુકાઈ જવાથી ઘાસચારો તેમજ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ કટોકટીના સમયે સાયલા તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી રાહત આપવાની ઉગ્ર માંગ કરી છે.
જાહેરાત








