Video: અમદાવાદના વટવામાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયામાં કૌટુંબિક કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 68 વર્ષીય મહેમૂદભાઈ ભાટી અને તેમની 60 વર્ષીય પત્ની મેરાજબાનુ વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો. ફરી કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થતાં પતિએ રસોડામાં વપરાતી છરી વડે પત્ની પર હુમલો કર્યો હતો. જેમાં મેરાજબાનુનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજયું. મૃતકના ભાઈ ઇકબાલભાઈ શેખે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત






