મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દિવાળીના તહેવારમાં અમદાવાદમાં ગાંજાનો જથ્થો ઝડપાયો

સોર્સ: gstv

દિવાળીના તહેવાર ટાણે અમદાવાદની રામોલ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા એક્સપ્રેસ-વે પાસેથી પોલીસે 8 લાખ 17 હજાર 700 રૂપિયાની કિંમતનો 15 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ભાવિક ધનજી મોરડીયાને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે ઓડિશાના અશ્વિની અને મોરબીના પંકજ ઉર્ફે ધવલ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. રામોલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો