મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડાપ્રધાન મોદીનું કેવડિયામાં આગમન, ભારત પર્વનો કરાવ્યો પ્રારંભ

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આગમન થયું છે. કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન સીધા નર્મદા ડેમ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 ભારત પર્વનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયા ખાતે ભારત પર્વની શરૂઆત કરાવી. ભારત પર્વ અને પ્રકાશ પર્વના આયોજનને લઈને કેવડિયા ખાતે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને પગલે કેવડિયા અને નર્મદા ડેમ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ ઉલ્લેખનીય છે કે, કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોને કારણે આ વિસ્તાર રાષ્ટ્રીય સ્તરે પ્રવાસનનું મહત્વનું કેન્દ્ર બન્યો છે.

ભીલડીમાં જનસભા યોજી, અમદાવાદ મેટ્રોના બે ફેઝનો શિલાન્યાસ

PM મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા હશે.

થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કરાયું, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2બી (ગિફ્ટ સિટી એક્સટેન્શન)નો શિલાન્યાસ કરાયું. જેમાં ફેઝ-2એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2બી ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે.

આ સમાચાર શેર કરો