Video: દુષ્કાળગ્રસ્ત જોડિયા તાલુકાના વાવડી ગામના ખેડૂતે આર્થિક સંકળામણને કારમે આપઘાત કર્યો

જામનગર જિલ્લાના વાવડી ગામના ૪૭ વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણાએ દુષ્કાળના કારણે ચાલુ વર્ષે ખેતીમાં કોઈ જ ઉત્પાદન ન થતાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ખેતી નિષ્ફળ જવાથી તેઓ ભારે આર્થિક સંકળામણમાં મુકાયા હતા અને ઘરમાં ખાવાના પણ ફાફા હોવાથી તેમને પોતાના બે બળદને પણ નાછૂટકે વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા હતા. નાનાં બાળકો અને પરિવારના ગુજરાનની સતત ચિંતા તેમજ આર્થિક તંગી અને દેવાનાં ભારે ભારણથી તેમની માનસિક તણાવ ખૂબ જ વધી ગયો હતો. આ જ માનસિક તાણને કારણે રાત્રે તેમણે વાડીએ જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અસહ્ય અને દુઃખદ ઘટનાથી પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. આ વિકટ પરિસ્થિતિને જોતા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા સરકાર પાસે આ શોકગ્રસ્ત પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની માગ કરી છે.







