Video: વડોદરા ગેસ લિમિટેડે સીએનજી, પીએનજીના ભાવમાં વધારો ઝીંકતા દિવાળી ટાંકણે લોકોના માસિક બજેટ પર ભારણ વધશે

સોર્સ: gstv

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ નવા અમલી બન્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સીએનજીનો જૂનો ભાવ 89 રૂપિયા હતો, જેમાં દોઢ રૂપિયાનો વધારો થતાં હવે તે વધીને 90 રૂપિયા 50 પૈસા પ્રતિ કિલો થઈ ગયો છે. આ ઉપરાંત ઘરેલુ વપરાશના પીનજીનો જૂનો ભાવ 55 રૂપિયા 74 પૈસા હતો, જે વધીને હવે 56 રૂપિયા 24 પૈસા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવોમાં સતત થઈ રહેલા ઉછાળા અને અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે ઇનપુટ ગેસ મોંઘો થવાથી આ ભાવ વધારો ઝીંકાયો છે. દિવાળીના ખુશીના માહોલ વચ્ચે પાલિકા હસ્તકની આ કંપનીના આ નિર્ણયથી વાહનચાલકો અને ગૃહણીઓના માસિક બજેટ પર ભારે ભારણ વધશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત