Video: રાજકોટમાં હાઈ-પ્રોફાઈલ દારૂની રેડ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત સરાઝા હોટેલમાં LCB દ્વારા દારૂની મહેફિલ પર મોટી રેડ કરવામાં આવી હતી. ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના ૩૯માં જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ હાઈ-પ્રોફાઈલ ડિનર પાર્ટીમાં અનેક તબીબો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન હોટેલમાંથી ૩૩ મહિલાઓ અને ૪૩ પુરૂષો મળી આવ્યા હતા, જેમાંથી કેટલાક લોકોએ નશો કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામને મેડિકલ તપાસ માટે મોકલી આપ્યા છે તેમજ હોટેલ મેનેજર સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.








