Video: પ્રોજેક્ટની જાહેરાતથી ભાજપના શાસકોમાં કચવાટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વાકાંક્ષી 570 કરોડના સિટી સ્ક્વેર પ્રોજેક્ટને લઈને વિવાદ વકર્યો છે. બોડકદેવ વોર્ડના સિંધુભવન રોડ પર બનનારા વૈશ્વિક કક્ષાના આ પ્રોજેક્ટની જાહેરાત બાદ ભાજપના વર્તમાન શાસકોમાં નારાજગી હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટની જાહેરાત કરતા પહેલાં વર્તમાન મેયર અને શાસક પક્ષના સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા. સત્તાવાર પ્રેસનોટમાં મેયરના નામનો ઉલ્લેખ થતાં પણ મામલો ગરમાયો છે. આ મામલે મેયરે AMCના ઉચ્ચ ઈજનેરી અધિકારીઓને બોલાવી સ્પષ્ટતા માંગી હોવાનું જાણવા મળ્યું છે. વર્તમાન શાસકોએ 30 કરોડથી વધુના પ્રોજેક્ટની ડિઝાઇન મંજૂર થયા બાદ જ ટેન્ડર પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે. સમગ્ર ટેન્ડર રદ કરવાની વિચારણા પણ ચાલી રહી હોવાની સૂત્રો દ્વારા ચર્ચા છે.








