મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબીમાં મહિલા એડવોકેટની કારમાં આગચંપી

સોર્સ: gstv

મોરબીમાં મહિલા એડવોકેટની કારમાં લાગેલી આગના બનાવમાં પાડોશી સામે જ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શિખર ગોહેલ નામના યુવકે અંગત રાગદ્વેષમાં કારને સળગાવીને આશરે 3 લાખ 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યાનો આક્ષેપ કરાયો છે. આ તરફ શહેરની અનુપમ સોસાયટીમાં પણ અન્ય એક કારને અજાણ્યા ઈસમોએ સળગાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ બીજા બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના આધારે લોકોમાં ચર્ચા જાગી છે. જોકે આ બીજી કારમાં આગચંપી અંગે હજુ સુધી પોલીસ ચોપડે કોઈ અધિકૃત ફરિયાદ નોંધાઈ નથી. સમગ્ર મામલે મોરબી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ અને આરોપીની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો