Video: ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગનો દરોડો, 40 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગે બિનઅધિકૃત ખનન અને ખનિજ વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ-ખનીજ વિભાગ અને સીંગવડ મામલતદારની સંયુક્ત ટીમે પોલીસની હાજરીમાં સ્થળ પર તપાસ કરી હતી. આ દરમિયાન સફેદ પથ્થર ભરેલી પાંચ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. અધિકારીઓએ એક જેસીબી મશીન પણ સીઝ કર્યું છે. પાંચ ટ્રકો અને એક જેસીબી મશીન સહિત અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહીને પગલે ગેરકાયદે ખનિજ ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.








