Video: દિવાળી સમયે ફાયર ના કોલ માં થાય છે વધારો

પ્રકાશના પર્વ દિવાળી સમયે ફાયર નાં કોલ માં વધારો નોંધાય છે.. દિવાળીના પાંચ દિવસ દરમિયાન સામાન્ય દિવસો કરતા ફાયર ખાતા ને વધુ કોલ મળે છે.. ફાયર વિભાગના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે દિવાળીના દિવસોમાં ફાયર ઇમરજન્સી કોલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે...વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ (દિવાળી સમયગાળા) સુધીના ઉપલબ્ધ ડેટા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧,૦૯૯ ફાયર કોલ નોંધાયા છે દિવાળીના પાંચ દિવસમાં પાંચ વર્ષમાં નોંધાયેલા કોલ
વર્ષવાર આંકડાકીય વિગત:
વર્ષ ૨૦૨૧-૨૨: ૧૭૭ કોલ
વર્ષ ૨૦૨૨-૨૩: ૧૬૦ કોલ
વર્ષ ૨૦૨૩-૨૪: ૨૫૩ કોલ
વર્ષ ૨૦૨૪-૨૫: ૨૦૬ કોલ
વર્ષ ૨૦૨૫-૨૬: ૨૭૩ કોલ (સૌથી વધુ)
ડેટાનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૭૭ કોલ નોંધાયા હતા, જે વધીને વર્ષ ૨૦૨૫-૨૬માં રીતસરના ઉછાળા સાથે ૨૭૩ પર પહોંચી ગયા છે
. દિવાળીના પાવન અવસરે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને નાગરિકો સુરક્ષિત રહે તે માટે ફાયર વિભાગ દ્વારા અગાઉથી જ એડવાઈઝરી જારી કરવામાં આવે છે, તેમ છતાં આંકડાઓમાં થતો સતત વધારો નાગરિકોની ચિંતા વધારે છે. કોલ વધવાનું એક કારણ શહેરના વિસ્તારમાં થયેલો વધારો પણ છે..














