મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબીમાં પાણીની અછતથી રોષે ભરાયેલા સોમનાથ સોસાયટીના રહીશોનો ચક્કાજામ

સોર્સ: gstv

મોરબીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સોમનાથ સોસાયટીના રહીશોએ પાણીની અછતથી કંટાળીને રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ રોડ બ્લોક કરીને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સવારના સમયે જ રોડ બ્લોક થવાના કારણે મહેન્દ્રનગર ચોકડી પાસે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા પીવાના પાણીની આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે.

આ સમાચાર શેર કરો