ગુજરાતમાં માવઠાનું સંકટ! 30-31 ઓક્ટોબરે 9 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર એરિયા સહિતની સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગત 29 ઓક્ટોબરની સાંજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તેવામાં હવામાન વિભાગે 30-31 ઓક્ટોબરના રોજ 7 જિલ્લામાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે.
30 ઓક્ટોબરની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 30 ઓક્ટોબરના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
31 ઓક્ટોબરની આગાહી
શનિવારે (31 ઓક્ટોબર) રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.
લો પ્રેશર: 30 ઓક્ટોબર, 2026ના રોજ 08:30 વાગ્યાથી ઉત્તર છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશ પર લો પ્રેશર એરિયાની સ્થિત છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી ધીમીધારે વરસાદી માહોલ સર્જાયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ દરિયા સપાટીથી 4.5 કિમી ઉપર ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહ્યું છે. જેનાથી મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનો ફૂકાઈ રહ્યા છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: સરેરાશ દરિયા સપાટીથી 0.9 કિમી ઉપર દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તાર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિત છે.















