Video: અંકલેશ્વરના અંજની હાઇટ્સમાં લાખોની ચોરી:બૂટમાં ચાવી છુપાવી પરિવાર બહાર ગયો ને તસ્કરે સોનું અને રોકડ સેરવી લીધા

અંકલેશ્વર જીઆઈડીસીમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વ્રજલાલ મેતલિયા પરિવાર સાથે અમરેલી ગયા હતા અને ઘરની ચાવી મુખ્ય દરવાજા પાસે બૂટના કબાટમાં મૂકી હતી.દરમિયાન, તા ૨૮ ઓક્ટોબરના રોજ એક અજાણ્યો શખ્સ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.આ તસ્કરે કબાટમાંથી ચાવી શોધી મુખ્ય દરવાજાનું લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો.બાદમાં બેડરૂમના કબાટનું ડ્રોઅર તોડી ત્યા રાખેલા ત્રીસ ગ્રામ સોનાના ટુકડા), દસ ગ્રામનો સોનાનો સિક્કો અને વીસ હજાર રૂપિયાની રોકડ મળી કુલ ૫,૯૫,૦૦૦ રૂપિયાની મત્તા ચોરી કરી લીધી હતી.પડોશી દ્વારા ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ થતાં સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.








