મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઠંડીના ચમકારા વચ્ચે વરસાદની એન્ટ્રી; બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

સોર્સ: gstv

બપોરે ગરમી અને રાત્રે ઠંડીની બેવડી ઋતુ વચ્ચે હવે ગુજરાતમાં (29મી ઓક્ટોબર) ગુરુવારથી ત્રણ દિવસ સુધી હળવા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જમ્મુ અને રાજસ્થાન પર સક્રિય થયેલી વાતાવરણની બે સિસ્ટમની અસર તળે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે.

અમદાવાદ સહિતના મહાનગરોમાં ઠંડીનો ચમકારોનકશા જુઓ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સુધી ઘટી જતા વાતાવરણમાં ઠંડી તીવ્ર બની છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક પછી હજી 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. એટલે કે ઠંડી વધારે તીવ્ર બનશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 29મીથી 31મી ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડા પવન સાથે હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જમ્મુ ઉપર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન અને રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સક્યુલેશનની અસર એર સાયક્લોનિક સક્યુલેશનની અરસ તળે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ વરસવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો