Video: ગુજરાત હાઈકોર્ટે માંસાહાર વેચાણની મંજૂરી આપતી અરજી ફગાવી

ગુજરાત સરકારે 10 ઓગસ્ટ 2026ના રોજ નોટિફિકેશન બહાર પાડીને સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં માંસાહારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, જેની સામે અરજદારોએ રોજીરોટી અને બંધારણીય અધિકારનો હવાલો આપી હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે ભાલકા તીર્થથી સોમનાથ આવતા હજારો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભાવનાને માન આપીને જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સોમનાથને અન્ય સામાન્ય નગર કે શહેરોની જેમ ન ગણી શકાય કારણ કે અયોધ્યા અને વૈષ્ણોદેવી જેવા પવિત્ર યાત્રાધામોમાં પણ આવી જ રીતે માસાહાર પર પ્રતિબંધ અમલી છે. સરકારી પક્ષની મજબૂત દલીલો અને લાખો ભક્તોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અરજદારોની માંગણીને ફગાવી દીધી છે.








