Video: ફાયરના 112 નંબર ને કારણે સર્જાઈ કેટલીક સમસ્યા

ફાયર નો અમદાવાદ મહાનગરપાલિકા નું ફાયર ખાતું આધુનિક બનાવવામાં આવે છે અને ફાયર નો નંબર 101 ને બદલે 112 કરી દેવાયો છે નંબર બદલી દેવાતા ક્યાંક સમસ્યાઓ સર્જઈ છે... સિસ્ટમ આધુનિક અપનાવવામાં આવી રહી છે પરંતુ કેટલાક મુદ્દાઓ એવા છે જેને લઈને હાલ મુશ્કેલ પડી રહી છે...આ બાબતને લઈને અમદાવાદ.. સુરત..વડોદરા.. સહિતના મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓની એક બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી જેમાં સિસ્ટમમાં રહેલી કેટલીક ખામી અંગે ચર્ચા કરવામાં આવી ... મહત્વની બાબત એ છે કે કેટલાક કેસમાં નવી સિસ્ટમમાં નજીકના ફાયર સ્ટેશનને બદલે અન્ય ફાયર સ્ટેશન ને કોલ આપવામાં આવે છે જેને કારણે પહોંચવામાં વિલંબ થાય છે અથવા તો નજીકના સ્ટેશનને મેસેજ આપવો પડે છે એક કેસમાં થલતેજના કોલને એટેન્ડ કરવા માટે નવરંગપુરા ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવ્યો હતો. મણીનગરનાકોલ પણ મણીનગરને બદલે અન્ય ફાયર સ્ટેશન આપવામાં આવ્યો હતો..
સિસ્ટમમાં જોવા મળતી મુખ્ય સમસ્યાઓ
કોલ મોબાઇલમાં મોડા દેખાય છે
સાયરન સંબંધિત સમસ્યા
ખોટું લોકેશન અને ખોટા વિસ્તારની ફાળવણી
કોલરની માહિતી અને સરનામું પ્રદર્શિત ન થવું
એક્શન ટેકન રિપોર્ટ ભર્યા પછી પણ કોલ બંધ ન થવો
ઓન રોડ અને ઓફ રોડ સમય મર્યાદા માં થતાં નથી
આ બધી સમસ્યાઓ બેઠકમાં રજૂ કરવામાં આવી અને તેનો ઉપાય કરવા સૂચના આપવામાં આવી હવે દિવાળીમાં જ્યારે આગના કોલ માં વધારો થાય છે ત્યારે આ સમસ્યાને કારણે કોઈ મોટી સમસ્યા નાં સર્જાય તે જોવુ રહ્યું













