મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં 1 કરોડ 50 લાખની વીમા ફ્રોડ ગેંગ ઝડપાઈ, દેશભરમાં ૭૩ ફરિયાદો હોવાનો ખુલાસો

સોર્સ: gstv

સુરતમાં વીમા લોકપાલના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી પોલિસી ધારકો સાથે મોટા પાયે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપીઓ અલગ-અલગ પ્રોસેસિંગ ચાર્જના નામે પોલિસી ધારકો પાસેથી એક કરોડ પચાસ લાખ તેત્રીસ હજાર ચાર રૂપિયા પડાવી ચૂક્યા હતા. સુરત પોલીસે દરોડો પાડી મુખ્ય આરોપી અતુલકુમાર શર્મા, મહેશ શર્મા અને સોનુ ઠાકુરની ગાઝિયાબાદથી ધરપકડ કરી છે. આરોપીઓના બેંક ખાતાઓની તપાસમાં નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર દેશભરમાંથી કૂલ 70 ફરિયાદો નોંધાયેલી મળી આવી છે, જેમાં અંદાજે 33 લાખ દસ હજાર ચારસો બાવન રૂપિયાનું સાયબર ફ્રોડ સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી નવ મોબાઈલ, બેતાલીસ ચેકબુક, સત્તર પાસબુક અને નેવું ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો