Video: સુરત રેલવે પ્લેટફોર્મ પર સફાઈ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પરથી સફાઈ કર્મચારી નીતિન ઠક્કરનો મૃતદેહ મળી આવતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પ્લેટફોર્મ પર સ્ટોલ ચલાવતા રતન ડાયમા નામના શખ્સે જ આ હત્યા નીપજાવી છે. આરોપી રતન ડાયમાને મૃતક નીતિન ઠક્કર પર પોતાના મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી હોવાની શંકા હતી. આ શંકાના આધારે આરોપીએ નીતિન ઠક્કરને બેફામ માર માર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે ગણતરીના સમયમાં આરોપી રતન ડાયમાની ધરપકડ કરી છે...








