Video: 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન: પૃથ્વીરાજસિંહ ચૌહાણે ચૂંટણી પંચ અને ભાજપ પર કર્યા પ્રહારો

અમદાવાદના સાણંદ તાલુકાના ગોધાવી ગામે કોંગ્રેસના ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન યોજાયુ હતું...જે અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આક્ષેપો કર્યા હતા. તેમણે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન સાચા મતદારોનાં નામ કાપવામાં આવતાં હોવાનો અને મતદાર યાદીમાં ગેરરીતિ થતી હોવાનો દાવો કર્યો હતો. મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર સામે પણ સવાલો ઉઠાવી તેમના રાજીનામા અને કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી. ચૌહાણે જણાવ્યું કે ચૂંટણી પંચ સમક્ષ 14 વખત લેખિત ફરિયાદો કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી અને ચૂંટણી આયુક્તોની નિમણૂક પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની જરૂર છે. તેમણે મોંઘવારી, અનામત અને ટ્રેન-વિમાની સેવાઓ સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.








