Video: તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી કારણોસર 5 PI ની આંતરિક બદલી કરવામાં આવી, સોનગઢ અને કાકરાપાર સહિતના પોલીસ સ્ટેશનોને મળ્યા નવા ઇન્સ્પેક્ટર

તાપી જિલ્લામાં પોલીસ વિભાગની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પાંચ પીઆઈની આંતરિક બદલીઓ કરી છે. જે અંતર્ગત સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા એમ.એમ. ગિલાતરની સોનગઢ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, ડી.વી. ઢોલાને સાયબર ક્રાઈમ, એન.આઈ. બારોટને કાકરાપાર પોલીસ સ્ટેશન, વી.કે. પટેલને ANW જ્યારે જે.એન. જોશીને કુકરમુંડા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. બદલીના આ આદેશો બાદ પોલીસ વિભાગમાં 'કહી ખુશી કહી ગમ' જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.







