મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સૂરજેવાલાના સરકાર અને ચૂંટણી પંચ પર આક્ષેપ

સોર્સ: gstv

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ એક વ્યક્તિ, એક વોટના સંરક્ષક હતા..તેમણે દેશના ખૂણે-ખૂણે આ અધિકારની વકીલાત કરી હતી, પરંતુ આજે મોદી સરકાર અને ચૂંટણી પંચ દ્વારા તે વોટના અધિકાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે દેશમાંથી ૧૪૦ કરોડની જનતામાંથી કોઈને પણ જાણ કર્યા વગર કે ફોર્મ-૮ વગર જ ૧૩ કરોડ જેટલા વોટ કાપી દેવામાં આવ્યા છે.. સરકાર જેને પસંદ કરે તેને જ વોટ આપવાનો અધિકાર મળતો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સૂરજેવાલાએ ઉમેર્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસનો પ્રત્યેક કાર્યકર સરદાર સાહેબના સાચા ઉત્તરાધિકારી તરીકે નાગરિકોના મતાધિકારની રક્ષા માટે અડગ ઊભો છે..આવતીકાલે રામલીલા મેદાન ખાતે યોજાનાર સંવિધાન બચાવો વોટ બચાવો રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આ જ છે.

આ સમાચાર શેર કરો