મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉપલેટામાં પાણી અને ગટરના પ્રશ્ને આક્રોશ

સોર્સ: gstv

ઉપલેટા શહેરના વોર્ડ નંબર 7માં પીવાના પાણી, રસ્તા અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દિવાળીના તહેવાર ટાણે જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ સહિતના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. શેરીમાં ખોદાયેલા ખાડા પાસે એકત્ર થયેલા લોકોએ પાણીની સુવિધા પૂરી પાડવાની માગ સાથે નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા અને વોર્ડના સુધરાઈ સભ્યો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. રસ્તા અને ગટરની સમસ્યા ઉપરાંત દૂષિત પાણીની ફરિયાદોને કારણે રહેવાસીઓની મુશ્કેલીઓ વધી છે. તહેવારના સમયે જ પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષે ભરાયેલા લોકોએ તંત્ર સમક્ષ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો