મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: યાત્રાધામ બહુચરાજી જવું બન્યુ સરળ અને સસ્તુ...ગેજ કન્વર્ઝન બાદ પીએમના હસ્તે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ

સોર્સ: gstv

મહેસાણાના યાત્રાધામ બહુચરાજીથી પ્રથમ પેસેન્જર ટ્રેનનો પ્રધાનમંત્રીના હસ્તે ઓનલાઇન શુભારંભ કરવામાં આવ્યો છે. ગેજ કન્વર્ઝનની કામગીરી બાદ પૂરા નવ વર્ષના લાંબા અંતરાલ પછી બહુચરાજી પંથકમાં પેસેન્જર ટ્રેન દોડતી થતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.મહેસાણાથી સાબરમતી વચ્ચે શરૂ થયેલી આ ટ્રેનનું ભાડું ખૂબ જ સસ્તું રાખવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને માત્ર ૩૫૫ રૂપિયામાં, વિદ્યાર્થીઓને ૧૮૦ રૂપિયામાં અને વેપારીઓને ૫૩૫ રૂપિયામાં માસિક સિઝન પાસ મળી રહેશે. આ રેલવે સેવા શરૂ થવાથી યાત્રિકો, સ્થાનિક ઉદ્યોગો અને વેપારીઓને મોટો લાભ મળશે, તેમજ વેપારીઓ માત્ર ૨૫ રૂપિયામાં અમદાવાદની મુસાફરી કરી શકાશે જેથી બહુચરાજીના વેપારને પણ વેગ મળશે.

આ સમાચાર શેર કરો