Video:રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ચેકઅપ બાદ લૂંટ અને આર્મ્સ એક્ટનો કુખ્યાત આરોપી ફરાર.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી લૂંટ અને ચીલઝડપ જેવા ગંભીર ગુનાઓનો કુખ્યાત આરોપી અજય પરસોંડા પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપી વિરુદ્ધ અગાઉ લૂંટ, ચીલઝડપ અને આર્મ્સ એક્ટ સહિત કુલ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, અને ચેકઅપ બાદ પોલીસ વેનમાં બેસાડી રહ્યા હતા તે દરમિયાન તે નાસી છૂટ્યો હતો. અગાઉ વર્ષ 2018માં પણ તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ચૂક્યો હતો. હાલ આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.








