Video: જજના પરિવાર પર હુમલાનો કેસ , ત્રણ આરોપીઓને સજા

અમદાવાદમાં જજના ઘર પર હુમલો કરી તેમના પરિવારની હત્યાના પ્રયાસના કેસમાં સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને સજા ફટકારી છે. વર્ષ 2021માં જજના પરિવાર પર થયેલા હુમલાના કેસમાં એક આરોપીને 10 વર્ષની સખત કેદ, જ્યારે અન્ય બે આરોપીઓને બે-બે વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. જજના ભાઈને કોર્ટમાંથી સ્ટે મળતાં આરોપીઓએ અદાવત રાખી હતી. આ અદાવતના પગલે આરોપીઓએ છરી, હથોડી અને પાઈપ જેવા હથિયારોથી જજના પરિવાર પર હુમલો કર્યો હતો. આ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ હુમલાના પાંચ વર્ષ પછી ત્રણેય આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. અમદાવાદ સેશન્સ કોર્ટના આ ચુકાદાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
જાહેરાત







