Video: દાહોદ પાસે જેકોટ અને મંગલમહુડી નજીક ડાઉનલાઇન પાસે માલગાડી પાટા પરથી નીચે સરકી પડી

આ બનાવ બનતા જ રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અકસ્માતના કારણે રેલવેની આવન-જાવન પર આંશિક અસર પડી છે. સુરક્ષાના ભાગરૂપે કેટલીક ટ્રેનો તથા માલગાડીઓને યોગ્ય સલામતી અંતરે રોકી દેવામાં આવી છે, ખાસ કરીને ડાઉન ટ્રેક ઉપર આવતી ટ્રેનો વધુ પ્રભાવિત થઈ છે અને પશ્ચિમ એક્સપ્રેસને લીમખેડા ખાતે રોકી દેવાની ફરજ પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના થઈ નથી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાલ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જાહેરાત








