મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અમદાવાદ ઓઢવ આંગડિયા પેઢી લૂંટ કેસમાં મોટો ખુલાસો: નકલી GST અધિકારી બની ૩૪ લાખની લૂંટ કરનાર વધુ ૩ આરોપીઓ ઝડપાયા

સોર્સ: gstv

અમદાવાદના ઓઢવમાં બાપુનગરની આંગડિયા પેઢીના કર્મચારીનું નકલી GST અધિકારી બની અપહરણ કરી ૩૪ લાખની લૂંટ ચલાવવાના પ્રકરણમાં ઝોન-૮ LCBએ અમિત શેમડિયા, વિકાસ ભારદ્વાજ અને વિશ્વજીત ગોસ્વામીની ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલા મુખ્ય કાવતરાખોર પ્રીતમ ગોહિલની પેઢી સાથેની ધંધાકીય દુશ્મનાવટમાંથી આ કાવતરું રચાયું હતું.....લૂંટ બાદ આરોપીઓ દિલ્હી અને હિમાચલ પ્રદેશ થઈને લેહ-લદાખ ભાગી જવાની ફિરાકમાં હતા. આશ્ચર્યની વાત એ છે કે લૂંટના ૩૪ લાખમાંથી આરોપીઓએ ૧૦ લાખની નવી કાર, દોઢ લાખનો આઈફોન ખરીદ્યો હતો અને ૫ લાખ બેંકમાં જમા કરાવ્યા હતા. પોલીસે ૭.૫૦ લાખ રોકડા અને લૂંટની રકમથી ખરીદેલી ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો