Video: દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કલ્યાણપુરના જામપર ગામે ભારે પવન સાથે વરસાદ ખાબકતા સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અચાનક વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા.







