Video: એકતાનગરમાં આનંદમઠની ભવ્ય પ્રસ્તુતિ

ગુજરાતના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની પૂર્વસંધ્યાએ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પ્રસિદ્ધ કૃતિ આનંદમઠ પર આધારિત ભવ્ય નાટ્ય પ્રસ્તુતિ નિહાળશે. આ પ્રસ્તુતિ દ્વારા ભારતીય ઇતિહાસ, રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવશે. સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં દેશના ઐતિહાસિક વારસાને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવશે. એકતાનગર ખાતે કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજન દ્વારા સરદાર પટેલની રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની વિચારધારાને પણ યાદ કરવામાં આવશે.








