મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કરવા ચોથે ધોળકાના ગણપતિપુરામાં દર્શન માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

સોર્સ: gstv

કરવા ચોથના પવિત્ર પર્વ નિમિત્તે ધોળકા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ગણપતિપુરામાં વહેલી સવારથી જ ભક્તોનું ભારે મહેરામણ ઉમટ્યું હતું. ભગવાન શ્રી ગણેશના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જોકે, ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યાએ મુશ્કેલી વધારી હતી. ગણપતિપુરા અંડરપાસથી મંદિર તરફ જતા રસ્તા પર પાથરણાંવાળા વેપારીઓના દબાણને કારણે માર્ગ સાંકડો બન્યો હતો. બીજી તરફ, રિક્ષાચાલકો દ્વારા મુખ્ય માર્ગો પર આડેધડ રિક્ષા ઊભી રાખીને મુસાફરો બેસાડવામાં આવતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ દબાણો દૂર કરવા તેમજ રિક્ષાઓ માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો