મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વજન ઘટાડવા અને સ્કિન કેરની દવાના નામે કરોડોની ઠગાઈ...પાંચ સુત્રધારને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

સોર્સ: gstv

સુરત ક્રાઈમ બ્રાન્ચે વજન ઘટાડવા અને સ્કિન કેરની નકલી દવાઓના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.. તેમજ ગેંગના ૫ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. આરોપીઓ વોટ્સએપ પર ડૉકટર આકાશ મલ્હોત્રા તરીકે ખોટી ઓળખ આપીને ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ જેવી ચાર નકલી કંપનીઓ દ્વારા સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો ચલાવતા હતા. અગાઉ સુરતની એક જ મહિલા પાસેથી વજન ઉતારવાની દવાના નામે માત્ર પાંચ માસમાં રૂપિયા એક કરોડ 77 લાખથી વધુ પડાવી લીધા હતા.. ત્યારે આ ગેંગના ગુરુગ્રામ સ્થિત નેટવર્ક પર પોલીસે દરોડો પાડી ૧૬૦ જેટલા ટેલી કોલર્સ અને એડવાઇઝર્સને ઝડપી લીધા હતા. આ ગેંગના બેંક ખાતાઓમાં ૨૧ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો