Video: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આઇસર પાછળ એસટી બસ ઘૂસી જતાં 26 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા ચોકડી નજીક મુદ્રાથી સુરત જઈ રહેલી સ્લીપર એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બસ આગળ જઈ રહેલા આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 26 મુસાફરો સવાર હતા, જેમાંથી અનેકને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને અન્ય મુસાફરોને બીજી બસમાં રવાના કરવામાં આવ્યા હતા.







