Video: ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના સરકાર સામે ધરણાં

ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન અધિકાર ધરણાં યોજવામાં આવ્યાં હતાં. બિયારણ અને ખાતરના વધતા ભાવ, પાકના પૂરતા ભાવ નહીં મળવા, પાક વીમો અને દેવા માફી સહિતના મુદ્દે કોંગ્રેસે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા, પાક વીમા યોજના શરૂ કરવા અને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત વીજ થાંભલાના વળતર, ખોટી જમીન માપણી રદ કરવા અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. ધરણાંમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.








