Video: સુરતમાં આ વખતે દિવાળીની રોશની ઓછી જોવા મળશે

સુરતમાં પ્રવર્તમાન વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે શહેરમાં થતી ભવ્ય રોશની અને લાઇટિંગમાં આ વખતે નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. SMCની તમામ ઇમારતો અને બ્રિજ પર લાઇટિંગ નહીં કરવામાં આવે, જ્યારે શહેરના 11 તાપી બ્રિજ પર જ સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધી રોશની કરવામાં આવશે. અગાઉ દિવાળીની રોશની પાછળ દર વર્ષે અંદાજે 70 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જે આ વર્ષે ઘટાડીને માત્ર 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 60 લાખ રૂપિયાની બચત થવાની સાથે વીજળીની પણ બચત થશે. અન્ય મોટી સંસ્થાઓ પણ દિવાળીની રોશનીમાં કાપ મૂકે તેવી શક્યતા છે.






