Video: રાજકોટમાં સોની વેપારી સાથે કરોડોની છેતરપિંડી

રાજકોટના સોની બજારમાં વેપારી સાથે સાત કરોડ રૂપિયાથી વધુના સોનાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ અંગે જતીનભાઈ રમેશભાઈ નામના વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં હસમુખભાઈ શાંતિલાલ લોઢિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ફરિયાદી પાસેથી અલગ-અલગ વ્યક્તિઓ મારફતે ચાર કિલો સોનું મેળવ્યું હતું, જ્યારે અન્ય ત્રણ સોની વેપારીઓ પાસેથી પણ સોનું મેળવ્યું હતું. કુલ સાત કરોડ રૂપિયાથી વધુનું સોનું મેળવી આરોપી ફરાર થયો હોવાની ફરિયાદ છે. સમગ્ર મામલે ACPએ જણાવ્યું કે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીના ઘર તથા દુકાનની પણ તપાસ કરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે, જ્યારે ઘટનાને પગલે સોની વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.








