મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોડીનારથી ગુમ બે સગીરાઓ ઉનાવાની દરગાહમાંથી મળી

સોર્સ: gstv

ગીર સોમનાથના કોડીનારમાંથી લાપતા થયેલી બે સગીરાઓને મહેસાણાના ઉનાવા ગામે લઈ જઈ ધર્માંતરણ કરાવ્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને સગીરાઓને ત્રણ દિવસ સુધી મીરા દાતારબાપુની દરગાહમાં રાખવામાં આવી હતી અને તેમના પર ધાર્મિક વિધિ કરાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન એક સગીરાના લગ્ન સગીર સાથે કરાવવાનો પ્રયાસ પણ થયો હોવાની વિગતો સામે આવી છે. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી લોકેશન મળતા કોડીનાર અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી બંને સગીરાઓને મુક્ત કરાવી હતી. મહિલા પોલીસના કાઉન્સેલિંગ બાદ સમગ્ર મામલો સામે આવતા મૌલવી સહિત ચાર લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે અને સંભવિત નેટવર્કની તપાસ શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો