મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પીએમ મોદી આજે ભારત પર્વ ખુલ્લું મુકશે

સોર્સ: gstv

નર્મદાના એકતાનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પર્વનું ઉદ્ઘાટન કરશે. ભારત પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસન સ્થળોની ઝલક એક જ સ્થળે જોવા મળશે. આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોનાં પરંપરાગત વ્યંજનોના સ્વાદ પણ પ્રવાસીઓ માણી શકશે. 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલનારા આ ભારત પર્વમાં ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ભારત પર્વમાં નકશા મુક્ત ભારતનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ સમાચાર શેર કરો